ફરીયાદ જીંદગીની

શું કરવી હવે ફરીયાદ જીંદગીની,
ભગવાન કરે ન આવે ફરી યાદ જીંદગીની,
હતા ઉમળકા આબાદ જીંદગીનાં,
આવે છે આંસું જોઇ બરબાદ જીંદગીની,

સુખની સરીતા ક્યાંય ન દીઠી આ બદંનસીબ જીંદગીની,
દુખનો તો દરીયો મળ્યો જુઓ દશા નિર્દય જીંદગીની,
માંગ્યું હતું સ્થાન નાનકડું લોકોનાં હદયમાં,
યાદ સુધ્ધાં નથી હવે લોકોને આ જીંદગીની,

મથે છે માનવ હવે આંસુંઓથી ઓલવવા આગ જીંદગીની,
સળગતી જ જાય છે ને માંગે છે ભીખ શીતલ જીંદગીની,
પ્રેમ ભરેલા હદયથી ઓલવાય આ આગ જીંદગીની,
હદય છે ફુટેલા અહીં, ક્યાંથી ઓલવાય આ આગ જીંદગીની,

ભર્યુ છે હ્દય મીઠી તાદોથી જીંદગીની,
બંધાય છે યાદોના વાદળ નભોમંડળમાં
એ જ મીઠી યાદોનાં વાદળ ઠરતાં,
આંખોથી આંસું બની વરસે છે યાદ જીંદગીની.
                                                         વિજય ચૌહાણ, બોટાદ

Comments

Popular posts from this blog

What is love?

You are my angel

I Love My Daughter