જિંદગી, તું ક્રૂર છે

જિંદગી, તું ક્રૂર છે
જિંદગી તું ક્રૂર છે, દર વખતે એ સાબિત કરે છે,
હસતા ચહેરા પાછળ તું, છૂપો આઘાત ધરે છે.
માંડ સાંધુ છું એક છેડો, ત્યાં બીજો તૂટી જાય છે,
તારા આ ખેલમાં જિંદગી, મારો શ્વાસ પણ મુંઝાય છે.
પથ્થર બનીને તું સામે ઉભી, માર્ગ ક્યાંય દેખાતો નથી,
દર્દ એટલું આપ્યું તેં કે, હવે આંસુ પણ વહેતા નથી.
સપનાઓની રાખ કરી, તું પવનમાં ઉડાડે છે,
કેવી તારી આ રીત? તું જીવતા જીવ રડાવે છે.
પણ યાદ રાખજે એ જિંદગી, હું પણ હાર માનીશ નહીં,
તું ગમે તેટલી ક્રૂર બને, હું લડવાનું મૂકીશ નહીં.

Comments

Popular posts from this blog

What is love?

You are my angel

I Love My Daughter