મિત્ર, તારી યાદ આવે છે...
વીતેલી એ પળોની મહેક સાથ લાવે છે,
હા મિત્ર, આજે ફરી તારી યાદ આવે છે.
નહોતી કોઈ ચિંતા કે નહોતો દુનિયાનો ડર,
સાથે હતા આપણે તો આખું આભ હતું ઘર;
એ નિખાલસ હાસ્ય હવે ક્યાંક ખોવાય છે,
ખરેખર મિત્ર, આજે તારી બહુ યાદ આવે છે.
નાની વાતમાં લડવું ને ફરી ભેગા થઈ જવું,
એક જ ડબ્બામાંથી નાસ્તો કરી ખાઈ જવું;
એ મસ્તીના દિવસો હવે સપનામાં જણાય છે,
તારા વગર આ ભીડમાં પણ એકલું જીવાય છે.
વરસો વીતી ગયા પણ તારી જગ્યા છે ખાલી,
તારી ધેલી વાતો હતી દુનિયામાં સૌથી વહાલી;
દિલના કોઈ ખૂણે આજે પણ દીવો તારો પ્રગટાય છે,
મિત્ર, એટલે જ કદાચ તને મળવા મારું દિલ લલચાય છે..
Comments
Post a Comment