બા, તારી બહુ યાદ આવે છે...
ખૂણે બેસીને જ્યારે જ્યારે એકલતા સતાવે છે,
ત્યારે ત્યારે તારી પેલી મમતા યાદ આવે છે.
ઘરમાં બધું જ છે, પણ તારી એ હાજરી નથી,
તારા વગર આ આખું ઘર કેવું ખાલી લાગે છે!
નથી હવે એ હાથ જે મારા માથે ફરતા હતા,
નથી હવે એ શબ્દો જે મારા દુઃખને હરતા હતા.
ભલે આખી દુનિયા હવે મને ‘કેમ છો’ પૂછે,
પણ ‘બેટા જમ્યો?’ એવું પૂછનાર કોઈ નથી.
કડવી લાગે છે હવે તો એ આંગણાની ધૂળ પણ,
જ્યાં તારા પગલાંની પવિત્ર સુગંધ હતી.
તારા વગરની સવાર હવે સાવ સુની લાગે છે,
અને સાંજ પડતા જ આખો આત્મા રડે છે.
ઈશ્વર પાસે હવે બસ એક જ ફરિયાદ છે મારી,
તે કેમ છીનવી લીધી દુનિયા સૌથી પ્યારી?
તું નથી છતાં તારા સંસ્કારો જીવે છે મારામાં,
પણ બા, તને જોવા માટે આ આંખો હવે તડપે છે
Comments
Post a Comment